IIFA એવોર્ડ 2025માં ‘લાપતા લેડીઝ’ છવાઈ, બે ગુજરાતી કલાકારને એવોર્ડ
IIFA એવોર્ડ 2025માં ‘લાપતા લેડીઝ’ છવાઈ, બે ગુજરાતી કલાકારને એવોર્ડ
Blog Article
જયપુરમાં 8-9 માર્ચે યોજાયેલાં 2025 ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સમાં 10 ટ્રોફી સાથે કિરણ રાવની વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ છવાઈ ગઈ હતી. સ્ટાર-સ્ટડેડ સમારોહમાં આ ફિલ્મને બેસ્ટ પિક્ચર અને શ્રેષ્ઠ દિગ્દર્શન સહિત 10 એવોર્ડ મળ્યાં હતાં.
IFAમાં પહેલીવાર કોઈ બે ગુજરાતી કલાકારને એવોર્ડ મળ્યાં હતાં, જેમાં સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જયારે ફિલ્મ ‘શેતાન’ માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.
‘લાપતા લેડીઝ’ ફિલ્મને તમામ મુખ્ય કેટેગરીમાં સફળતા મળી હતી. કિરણ રાવે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો, જ્યારે નીતાંશી ગોયેલને શ્રેષ્ઠ મુખ્ય ભૂમિકા (સ્ત્રી)નો એવોર્ડ મેળવ્યો હતો.